Site icon Revoi.in

લક્ષદ્વીપમાં એરપોર્ટ બનાવવાની તૈયારી, આર્મીના વિમાન પણ ઓપરેટ કરશે

Social Share

બેંગ્લોરઃ લક્ષદ્વીપ-માલદીવ વિવાદ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, ભારત સરકાર લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તે લક્ષદ્વીપના મિનિકોય દ્વીપમાં બનાવવામાં આવશે, જ્યાં ફાઈટર જેટ, મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન અને કોમર્શિયલ વિમાન ઓપરેટ કરી શકાશે.
મિનિકોય આયલેન્ડમાં નવું એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ સરકારને ઘણા સમય પહેલા મોકલવામાં આવ્યો હતો, પણ પાછલા એઠવાડિયે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ પ્રસ્તાવ સરકાર સમક્ષ નવેસરથી રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં લક્ષદ્વીપમાં ખાલી એક જ હવાઈ પટ્ટી છે, જે અગાટી ખાતે આવેલ છે. અહીં માત્ર નાના વિમાન લેન્ડ અને ટેક ઓફ કરી શકે છે.
લક્ષદ્વીપમાં એરફિલ્ડ બનાવવાનો પ્રસ્તાવ ભારતીય કોસ્ટ ગાર્ડએ સરકાર સામે રજૂ કર્યો હતો. નવા પ્રસ્તાવ મુજબ, જે એરફિસ્ડ બનાવવામાં આવશે તેના તમામ ઓપરેશનનું એરફોર્સ લીડ કરશે. આ પગલાથી માત્ર લક્ષદ્વીપ ટાપુઓમાં પ્રવાસનને વેગ મળશે, પરંતુ એરફિલ્ડ વિકસાવવાથી ભારતને અરબી મહાસાગર અને હિંન્દ મહાસાગર ક્ષેત્રમાં તેની દેખરેખ વધારવામાં પણ મદદ મળશે.
લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ 36 નાના-નાના ટાપુઓનો સમૂહ છે. કેરળના કોચીથી તેમનું અંતર લગભગ 440 કિમી છે. અહીંની કુલ વસ્તી લગભગ 64 હજાર છે. જેમાં 96% મુ્સ્લિમ છે. અહીં મુખ્યત્વે મલયાલમ ભાષા બોલાય છે.
દર વર્ષે લગભગ 25 હજાર પ્રવાસીઓ લક્ષદ્વીપની મુલાકાત લે છે. એહીં કવારત્તિ ટાપુ, લાઈટ હાઉસ, જેટ્ટી સાઈટ, મસ્જિદ, અગાત્તિ, કદમત, બાંગારામ, થિન્નાકારા અહીં જોવા માટેના મુખ્ય સ્થળ છે. કોચ્ચીથી અગાટ્ટી એર પટ્ટી સુધી જઈ શકાય છે. વહાણ દ્વારા પણ જઈ શકાય છે. માલદીવની જેમ લક્ષદ્વીપમાં પણ સફેદ રેતીના દરિયા કિનારા છે.