Site icon Revoi.in

સીમાપાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં અનેક આતંકવાદીઓની હાજરીઃ ભારતીય આર્મી

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, એટલું જ નહીં આતંકવાદીઓ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યાં છે, હાલ પાકિસ્તાનમાં અનેક આતંવાદી તાલીમ કેમ્યમાં ત્રાસવાદીઓને તાલિમ આપવામાં આવી રહી છે. પીઓકેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ એક્ટીવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પીઓકેમાં હાલ 160 જેટલા આતંકવાદીઓ લોન્ચપેડ સાથે હાજર હોવાનું જાણવા મળે છે.

આતંકવાદીઓની ચોક્કસ વિગતો જાહેર કરતા, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું: “અમારી પાસે નક્કર માહિતી છે કે લગભગ 160 આતંકવાદીઓ લોન્ચપેડ પર બેઠા છે, જેમાંથી 130 પીર પંજાલની ઉત્તરે જ્યારે 30 પીર પંજાલની દક્ષિણમાં છે. આ વિસ્તાર અંતરિયાળ છે. પીઓકેના અંતરિયાળ વિસ્તારમાં 82 પાકિસ્તાની આતંકવાદીઓ અને 53 સ્થાનિક આતંકવાદીઓ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે અભિયાન હાથ ધર્યું છે. તેમજ ઘુસણખોરીનો પ્રયાસ કરતા અનેક આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે શૌર્ય દિવસ પ્રસંગ્રે જમ્મુ-કાશ્મીરમાં ઉભા રહીને પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો. તેણે કહ્યું હતું કે પાકિસ્તાને પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકો પર “અત્યાચાર” કરી રહ્યું છે અને તેણે તેના પરિણામો ભોગવવા પડશે. તેમણે વધુમાં કહ્યું કે અમે કાશ્મીરના વિકાસનું કામ શરૂ કરી દીધું છે, પરંતુ અમે ત્યાં સુધી અટકી શું નહીં કે જ્યાં સુધી અમે ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી પહોંચીએ નહીં.

(PHOTO-FILE)