Site icon Revoi.in

કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને ઉજાગર કરે છે: પ્રધાનમંત્રી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા કન્નડ ભાષામાં પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને સુંદર રીતે ઉજાગર કરે છે. શ્રી મોદીએ કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા ગાયેલા પ્રભુ શ્રી રામના ભજનનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે આવા પ્રયાસો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ખૂબ આગળ વધે છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું કે, “શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા કન્નડમાં આ પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને સુંદર રીતે ઉજાગર કરે છે. આ પ્રકારના પ્રયાસો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ઘણા આગળ વધે છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હાલ અયોધ્યામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ મહેમાનોને આમંત્રણ પત્રિકાઓ પણ મોકલી આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશ વહીવટી તંત્ર દ્વારા પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યો છે, હાલ અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે, બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

ભગવાન શ્રી રામજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ તા. 23મી જાન્યુઆરીથી ભક્તો પ્રભુ શ્રી રામના દર્શન કરી શકશે. અયોધ્યા જવા માટે સમગ્ર દેશમાં પરિવહનની સેવાઓ શરુ કરવામાં આવી છે. રેલવે સેવાની સાથે હવાઈ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ અયોધ્યામાં ભવ્ય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું.