Site icon Revoi.in

ગુજરાત યુનિ.ના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા સંઘની રજુઆત

Social Share

અમદાવાદઃ કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને પગલે યુનિવર્સિટીના અધ્યાપકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવી. ઉપરાંત અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ આપવાની માંગણી સાથે ગુજરાત યુનિવર્સિટી શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામં આવી હતી.

કોરોનાની વકરતી સ્થિતિને પગલે આઠ મહાનગરોની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. ઉપરાંત ઓફલાઇન પરીક્ષાઓ પણ હાલ પુરતી સ્થગિત કરી દેવામાં આવી છે. વધુમાં કોરોનાના વધતા જતા કેસને કંટ્રોલ કરવામાં મેડિકલ ઇન્ફાસ્ટ્રક્ચર પણ અસમર્થ જણાઇ રહ્યું છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજોમાં અધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કોલેજમાં આવવાની ફરજ પડી રહી છે.

હાલમાં કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ હોવાથી અધ્યાપકોએ ઓનલાઇન શિક્ષણ આપવાનું હોય છે. ત્યારે અધ્યાપકોને કોલેજમાં બોલાવવાને બદલે તેમને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવાની માંગણી અધ્યાપકોએ કરી છે. કોરોનાના સંક્રમણને જોતા ઉપરોક્ત માંગણીઓને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવાની માંગણી સાથે ગુજરાત યુનિવર્સિટી શિક્ષક સંઘના મહામંત્રી ડો.વસંત જોષી દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરાઈ છે.