Site icon Revoi.in

રાષ્ટ્રપતિ બિડેને ટ્રમ્પના નિર્ણયને બદલ્યો – એચ-1બી વિઝા ધારક ભારતીયોને અમેરિકામાં કામ કરવાની મંજુરી આપી

Social Share

વોશિંગટનઃ- હાલમાં અમેરિકામાં નવા બનેલા રાષ્ટ્રપતિજો બિડેન પદ સંભાળ્યા પછી તેમણે ટ્રમ્પ દ્રારા લેવામાં આવેલા ઘણા નિર્ણયો બદલ્યા છે. આ નવા નિર્ણયો હેઠળ તેમણે ભારતીયોને એક ,સોગાત આપી છે, તેમણે વિશ્વ સ્તરે અનેક અવનવા નિર્ણયો લઈને અનેક દેશઓ માટે સકારાક્તમક બાબતો રજુ કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને એચ-1બી વિઝા હોય તે ભારતીય લોકોને અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે મહત્વનો માનવામાં આવે છે કે,આ આદેશ પર હસ્તાક્ષર સાથે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા આદેશને ફેરવી કાઢ્યો છે.

ટ્રમ્પે પોતાના નિર્ણયને અમેરિકાના હિતમાં મોટો નિર્ણય કહ્યો હતો. તેમના મતે તેઓ દેશની નોકરી અમેરિકનો ને જ આપવા માંહતા હતા. તેથી, તેમણે આ નિર્ણય લીધો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે વિદેશીઓને તેમાંથી રોકવામાં આવે. જો કે હવે બીડેને તેમના આ નિર્ણયને પલટી નાખ્યો છે.

ફરી એકવાર ટ્રમ્પના આદેશને ઉલટાવી બરાત ઓબામાની જૂની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ આ માટે પહેલ કરી હતી.આમ તો એચ-1બી વિઝા ફક્ત ધારકોના જીવનસાથીને જ આપવામાં આવે છે. આ હાંસલ કરવામાં ભારતીય મહિલાઓ સૌથી આગળ છે. એચ-4 વિઝા અને એચ-1બી વિઝા ધારકોના પરિવારના સભ્યોને આપવામાં આવે છે

સાહિન-