Site icon Revoi.in

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસીય ઓડિશાની મુલાકાત, સિમીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે

Social Share

દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમ વખત ઓડિશામાં તેમના ગૃહ જિલ્લા મયુરભંજની મુલાકાત લેશે.

જાણકારી અનુસાર  આ મુલાકાત દરમિયાન તે સિમીપાલ નેશનલ પાર્કની પણ મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ 4 મેના રોજ પશ્ચિમ બંગાળના કલાઈકુંડા એરફોર્સ સ્ટેશન પહોંચશે, જ્યાંથી તેઓ મયુરભંજ જશે. મુર્મુએ પદ સંભાળ્યા બાદ બે વખત રાજ્યની મુલાકાત લીધી છે. તેમની મુલાકાત માત્ર ગૃહ જિલ્લા મયુરભંજ પૂરતી મર્યાદિત રહેશે.

આ મુલાકાતને લઈને અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહાડપુરમાં બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે 5 મેના રોજ સિમિલીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે. બીજા દિવસે એટલે કે 6 મેના રોજ રાષ્ટ્રપતિ મુર્મુ મયુરભંજ જિલ્લાના મુખ્ય મથક બારીપાડાની મુલાકાત લેશે અને અહીંની મહારાજા શ્રી રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

આ સહીત તેઓની મુલાકાતને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા પહાડપુર ગામના કાચા રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મુલાકાતને જોતા સ્થાનિક રહીશો ભવ્ય સ્વાગતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તેમના આગમનને લઈને સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છએ ઉલ્લલેખનીય છે કે પોતે જ્યારથી ા પદભાર સંભઆળ્યો છે ત્યારે બાદ પહેલી વખત તેઓ પોતાના ગામ જઈ રહ્યા છે જેને લઈને અગહીના લોકોમાં પમ અનેરો ઉત્સાહ તેમના સ્વાગત માટે જોવા મળી રહ્યો છે.