- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 માર્ચ સુધી કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાતે
- આજરોજ કોચી એરપોર્ટ પર પહોંચ્યા
દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપના તેમના છ દિવસીય પ્રવાસના પ્રથમ તબક્કામાં કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, રાજ્યના વરિષ્ઠ મહેસૂલ અને પોલીસ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તે વેલિંગ્ડન આઇલેન્ડ ખાતે નેવલ એર સ્ટેશન INS ગરુડ જવા રવાના થઇ હતી.
બપોરે કોચી પહોંચ્યા પછી, મુર્મુ દેશના પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતની મુલાકાત લેશે, અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારબાદ તે ભારતીય નૌકાદળની ગનરી સ્કૂલ INS દ્રોણાચાર્યને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ અર્પણ કરશે.
ત્યાર બાદ આવતી કાલે શુક્રવારે રાષ્ટ્રપતિ કોલ્લમમાં માતા અમૃતાનંદમયી મઠની મુલાકાત લેશે. તે જ દિવસે, તે તિરુવનંતપુરમમાં તેમના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે.
શુક્રવારે મુર્મુ કોલ્લમમાં આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયીના મઠની મુલાકાત લેશે. તે જ દિવસે, તે તિરુવનંતપુરમમાં તેમના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે.
આ સહીત રાષ્ટ્રપતિ કોવડિયાર ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં ડિજિટલ યુનિવર્સિટી કેરળ (DUK) દ્વારા મલયાલમમાં અનુવાદિત ‘ડિપ્લોમા અને એન્જિનિયરિંગની તકનીકી પુસ્તકો’ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
વધુ જાણકારી મુજબ રાષ્ટ્રપતિ 18 માર્ચે તમિલનાડુમાં કન્યાકુમારી જવા રવાના થશે અને વિવેકાનંદ સ્મારક અને તિરુવલ્લુવરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપશે. તેમણે કહ્યું કે 18 માર્ચની સાંજે તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની રાજધાની કાવારત્તીમાં તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 19 માર્ચે રાષ્ટ્રપતિ કાવરત્તીના સ્વ-સહાય જૂથોના સભ્યો સાથે વાતચીત પણ કરવાના છે.