રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચ્યા -રાષ્ટ્રપિતા ગાંઘીજીને આપી શ્રદ્ધાંજલી
- રાષ્ટ્રપતિ મુર્મુ અમદાવાદની મુલાકાતે
- સાબરમતી આશ્રમ આવીને ગાંધીજીને આપી શ્રદ્ધાંજલી
અમદાવાદઃ- ભારતના રાષ્ટ્રીયપતિ દ્રોપદી મુર્મુ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા છે ,આજે તેઓ અમદાવાદ સ્થિતિ સાબમરમી આશ્રમ પહોચ્યા છે અહી તેમણે ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંઘીજીને યાદ કરીને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ તમેણે ગાંઘીજીનો ચરખો ચલાવ્યો હતો.આ સમય દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગાંધીનગરમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરનાર છે,સાંજે, તે ગાંધીનગરમાં તેમના સન્માનમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે.
આ સહીત રાષ્ટ્રપતિ મુર્મુ 4 ઓક્ટોબરના રોજ એટલે કે આવતી કાલે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘હર સ્ટાર્ટ’નું લોકાર્પણ કરશે અને ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરનાર છે.