દિલ્હીઃ- આ વર્ષે જૂનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. 14 ઓગસ્ટના રોજ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ સત્તાવાર રીતે બદલીને પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ નામ બદવાના નિર્ણય પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મ્હોર લગાવી દીઘી છે.આજરોજ શુક્રવારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.કેન્દ્ર સરકારે PMML સોસાયટીની પુનઃરચના કરી છે. હવે આ સોસાયટીના પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉપપ્રમુખ હશે.
આ સાથે, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર, માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ સોસાયટીના સભ્યો હશે.તેમની સાથે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન, પ્રહલાદ પટેલ, ICCR પ્રમુખ વિનય સહસ્રબુદ્ધે વગેરે પણ તેના સભ્યો હશે.
અગાઉ આ નિર્ણયને લઈને મળેલી બેઠકમાં પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાનના સંગ્રહાલયમાં તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના કાર્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેમની સરકારે સુનિશ્ચિત કર્યું છે કે તમામ વડાપ્રધાનોના યોગદાનને માન્યતા આપવામાં આવે.