Site icon Revoi.in

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફિજીના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનીત કરાયાં

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ એનાયત કરવામાં આવ્યો છે. ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મવાલિલી કાટોનીવેરે તેમને એવોર્ડ એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, આ સન્માન ભારત અને ફિજી વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોનું પ્રતિબિંબ છે. તેનું ચિત્રાત્મક વર્ણન ભારતના રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, જ્યારે દ્રૌપદી મુર્મુ સુવા પહોંચી તો ફિજીના વડાપ્રધાન સિટિવેની રાબુકાએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુનું સ્ટેટ હાઉસ, સુવા ખાતે ફિજીના રાષ્ટ્રપતિ રાતુ વિલિયામે મવાલિલી કાટોનીવેરે દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી બંને નેતાઓએ ભારત-ફિજી સંબંધોને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી. સ્ટેટ હાઉસ ખાતે, દ્રૌપદી મુર્મુએ પણ ‘સોલરાઇઝેશન ઑફ હેડ્સ ઑફ સ્ટેટ રેસિડેન્સ’ પ્રોજેક્ટની પ્રગતિ જોઈ. તે એક ભારતીય પહેલ છે, જેનું ઉદઘાટન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ખુશી વ્યક્ત કરી અને તેને ગર્વની ક્ષણ ગણાવી હતી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફિજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિજીના પ્રધાનમંત્રી સિતવાની રાબુકા દ્વારા ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’થી સન્માનિત કાર્ય હતા.