રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસની આસામની મુલાકાતે -8 એપ્રિલે તેજપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ભરશે ઉડાન
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસી આસામની મુલાકાતે
- સુખોઈ જેટમાં પણ ઉડાન ભરશે રાષ્ટ્રપતિ મુર્મુ
દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આસામની 3 દિવસીય મુલાકાતે છે.રાષ્ટ્રપતિ મુર્મુ 6 થી 8 એપ્રિલ સુધી આસામના પ્રવાસે છે અહીં તેઓ એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે, જ્યાં તેઓ 8 એપ્રિલના શનિવારના રોજ ભારતીય વાયુસેનાના સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરતા જોવા મળશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આસામની ત્રણ દિવસીય દરમિયાન આજે બપોરે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચશે. ત્યારબાદ, રાષ્ટ્રપતિ મુર્મુ જીપ સફારી લેશે અને અહીં ભારતમાં હાથી સંરક્ષણ પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.
રાષ્ટ્રપતિ મુર્મુ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે શુક્રવારે ગજ ઉત્સવ 2023નું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલ કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ એલિફન્ટના 30 વર્ષ સફળતાપૂર્વક પૂરા થવાને ચિહ્નિત કરશે.
આ સાથે જ આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજરી આપશે. રાષ્ટ્રપતિ મુર્મુ શુક્રવારે જ ગુવાહાટીમાં ગુવાહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે કંચનજંગા પર્વત અભિયાનને લીલી ઝંડી બતાવશે.
8 એપ્રિલના શનિવારના રોજ ભારતીય વાયુસેનાના સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાનની આ ફ્લાઇટ તેજપુર એરફોર્સ સ્ટેશનથી હશે, જે પૂર્વોત્તરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આઅગાઉ 2009માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.
આ બાબતને લઈને વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાઝીરંગા એલિફન્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે 6 એપ્રિલે આસામની બે દિવસીય મુલાકાતે આવશે. આ પછી, 8 એપ્રિલે, તે તેજપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરશે.રાષ્ટ્રપતિના આગમન પહેલા જ અહી અનેક તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે.