Site icon Revoi.in

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે શિક્ષક દિવસે નવી દિલ્હી ખાતે 46 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સમ્માનિત કરશે

Social Share

દિલ્હીઃ- દેશભરમાં 5મી સપ્ટેમ્બરના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જમ્ન દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજના આ ખાસ દિવસ પર દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ 46 શિક્ષકોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રિય શિક્ષક પુરસ્કાર એનાયત કરીને તેઓનું સમ્માન કરશે.ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી કાળના જીવનને શિક્ષકોની પ્રતિબદ્ધતા અને સખત મહેનતથી સમુદ્ધ બનાવાય છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજરોજ સોમવારે 46 શિક્ષકોને વર્ષ 2022 માટે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય દર વર્ષે શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરે છે. પારદર્શક અને ઓનલાઈન માધ્યમથી ત્રણ તબક્કામાં શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.જે શ્રેણીમાં થી 46 લોકો આ પુરસ્કારને પાત્ર બન્યા છે.

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો ઉદ્દેશ્ય દેશના શિક્ષકોના અનન્ય યોગદાનને પ્રોત્સાહન આપી તેને ઉજાગર કરવાનો છે અને એવા શિક્ષકોનું સન્માન કરવાનો છે કે જેમણે માત્ર શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો જ નહી પરતું અથાગ મહેનતથી શાળામાં બાળકોને સારુ શિક્ષણ અને માર્ગદર્શન પુરુ પાડ્યું છે.