રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે નવું મતદાન કાર્ડ, નવા કાર્ડમાં થશે આ ફેરફાર
દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું જૂજુ મતદાન કાર્ડ બદલવામાં આવશએ હવે તેઓને નવા ફેરફારો સાથે નવુ મતદાન કાર્ડ પ્રદાન કરાશે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવું મતદાર ઓળખ કાર્ડ મળવા જઈ રહ્યું છે અને આ ક્રમમાં તેમનું સરનામું હવે રાષ્ટ્રપતિ ભવન કરવામાં આવશે.
આ સાથે જ હવે તેમના નવા મતદાન કાર્ડ માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ રવિવારે આ બાબતને લઈને જાણકારી આપી. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું વર્તમાન મતદાર આઈડી કાર્ડ ઓડિશામાં મયુરભંજ તરીકેનું સરનામું દર્શાવે છે.
આથી વિશેષ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીઈઓ પી કૃષ્ણમૂર્તિએ શુક્રવારે મુર્મુના મતદાર આઈડી કાર્ડની આપલે કરવા માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી. સીઈઓના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લોકશાહી ભાગીદારીના અનુકરણીય પ્રદર્શનમાં, માનનીય રાષ્ટ્રપતિએ સરનામું અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે ફોર્મ 8 ભર્યું છે.”
આ સાથે જ આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિને નવું મતદાર આઈડી કાર્ડ મળ્યું છે. થશે જેમાં તેમનું નવું સરનામું દિલ્હી હશે.એટલે કે હવે રાષ્ટ્રપતિના મતદાન કાર્ડમાં નવુ સરનામિ દિલ્હી રાષ્ટ્રપતિ ભવનનું દાખલ કરવામાં આવશે.