રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાતે જશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી 19મી ઓક્ટોબર સુધી અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિની ત્રણ આફ્રિકન દેશોની આ પ્રથમ મુલાકાત હશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની આ મુલાકાત દરમિયાન તેઓ આ દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી 15મી ઓક્ટોબર સુધી અલ્જીરિયાની મુલાકાત લેશે.
બીજા તબક્કામાં તેઓ 16મી ઓક્ટોબરે મોરિટાનિયાની મુલાકાત લેશે. છેલ્લા તબક્કામાં 17થી 19 ઓક્ટોબર દરમિયાન તેઓ માલાવીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિની ત્રણ દેશોની આ મુલાકાતનો ઉદ્દેશ્ય આફ્રિકન દેશો સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાનો છે.
tags:
Aajna Samachar Algeria Breaking News Gujarati from tomorrow Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mauritania and Malawi Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News President Draupadi Murmu Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news Will visit three countries