Site icon Revoi.in

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પંજાબના પ્રવાસે,સુવર્ણ મંદિરમાં કરશે દર્શન

Social Share

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે પંજાબના પ્રવાસે જઈ રહ્યા છે.તે અહીં સુવર્ણ મંદિર સહિત અનેક સ્થળોની મુલાકાત લેશે.આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હોવાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ મુર્મુ લગભગ 11 વાગે અમૃતસર એરપોર્ટ પહોંચશે.સીએમ માનની સાથે અન્ય લોકો એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે.આ પછી રાષ્ટ્રપતિ સીધા સુવર્ણ મંદિર જવા રવાના થશે.જ્યાં તેમની સાથે સીએમ માન પણ જશે.

રાષ્ટ્રપતિ 4 વાગ્યા સુધી અહીં રોકાશે અને અન્ય સ્થળોનું નિરીક્ષણ કરવા જશે.રાષ્ટ્રપતિના શેડ્યૂલ મુજબ, સુવર્ણ મંદિરની મુલાકાત લીધા પછી, તે સીએમ માન સાથે જલિયાવાલા બાગ જશે.આના પર તે શહીદોને નમન કરશે.

જલિયાવાલા બાગ બાદ રાષ્ટ્રપતિ દુર્ગિયાના મંદિરની પણ મુલાકાત લેશે.અહીં તે દર્શન કરશે. આ પછી રાષ્ટ્રપતિ ભગવાન વાલ્મીકિ તીર્થસ્થળની પણ મુલાકાત લેશે.આ બંને જગ્યાએ સીએમ માન પણ તેમની સાથે રહેશે.

પોતાના કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ દિલ્હી પરત ફરશે.રાષ્ટ્રપતિ મુર્મુ લગભગ 4.30 વાગ્યે અમૃતસર એરપોર્ટ પહોંચશે, અહીંથી તેઓ દિલ્હી માટે પ્લેનમાં સવાર થશે.