Site icon Revoi.in

જગન્નાથ પુરીમાં 7 જુલાઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 9 જુલાઈ સુધી ઓડિશાના પ્રવાસે રહેશે. ભારત સરકારએ 5 જુલાઈના રોજ એક રિલીઝમાં તેમની ઓડિશાની મુલાકાતના કાર્યક્રમની માહિતી શેર કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6 જુલાઈએ ભુવનેશ્વરમાં ઉત્કલામણી પંડિત ગોપાબંધુ દાસની 96 મી પુણ્યતિથિ પર આયોજિત ઉજવણીમાં હાજરી આપશે. બીજા દિવસે, પુરીમાં ભગવાન જગન્નાથની ગુંડિચા યાત્રા (રથયાત્રા) માં ઉપસ્થિત રહેશે. તો 8 મી જુલાઈએ રાષ્ટ્રપતિ ઉદયગીરી ગુફાઓની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ જીવનશૈલી ફોર સસ્ટેનેબિલિટી અભિયાનનો પ્રારંભ કરશે

તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બિભૂતિ કાનુન્ગો આર્ટસ એન્ડ ક્રાફ્ટ્સ કોલેજ અને ઉત્કલ સંસ્કૃતિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભુવનેશ્વર નજીક હરિદમડા ગામમાં બ્રહ્મા કુમારીઓના ડિવાઇન રીટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે અને ‘જીવનશૈલી ફોર સસ્ટેનેબિલિટી’ અભિયાનનો પ્રારંભ કરશે. 9 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભુવનેશ્વરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NISER) ના 13 મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ માટે બફર ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે

પુરીમાં પત્રકારો સાથે વાત કરતા, એડીજી (કાયદો અને વ્યવસ્થા) સંજય કુમારે કહ્યું કે રથયાત્રાના સુચારૂ સંચાલન માટે પુરીમાં અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવમાં રાષ્ટ્રપતિના આગમન માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

સંજય કુમારે કહ્યું કે ઓડિશાના ગવર્નર, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો માટે VIP ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ માટે બફર ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુની તીર્થનગરીની મુલાકાત પર નજર રાખવા માટે એસપી રેન્કના એક વરિષ્ઠ અધિકારીના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે.