- જોબાઈડને તાલિબાનોને ચેતવ્યું
- સેના પરના હુમલાને નજર અંદાજ નહી કરાય
દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં હાલ તાલિબાને કરેલા કૃત્.ને લઈને તેની અવગણના થઈ રહી છે ત્યારે હવે આ બાબતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને અફઘાનિસ્તાનના મુદ્દે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.જેમાં તેમણે કહ્યું કે ઇતિહાસમાં સૌથી મુશ્કેલ અફઘાનિસ્તાનમાં નિકાસી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ચાર દિવસમાં બીજી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું છે.
આ સાથે જ તેમણે તાલિબાનને ચેતવણી આપી હતી કે અમે અમેરિકન સૈનિકો પર તાલિબાનના હુમલાને બિલકુલ પણ સહન નહીં કરીએ. તેમણે કહ્યું કે જ્યાં સુધી અમેરિકન લોકો ત્યાથી હેમખેમ પાછા ન નિકળે સુધી સેના ત્યાંની ત્યા જ રહેશે.
બાઈડને કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. શુક્રવારના રોજ પણ 5 હજાર લોકોને સ્થળાંતર કરાયા છે. અમેરિકનો અને અન્ય દેશોના નાગરિકો ઉપરાંત અફઘાન લોકોને પણ અહીંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર અમેરિકી સૈન્યનું સંપૂર્ણ નિયંત્રણ છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે અફઘાન શરણાર્થીઓને માનવીય સહાય પૂરી પાડવા પર પણ કામ કરી રહ્યા છીએ જેઓ આ કટોકટીને કારણે અન્ય દેશોમાં પહોંચ્યા છે. તાલિબાન પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવશે જેથી તેઓ ત્યાંના નાગરિકોને ખાસ કરીને મહિલાઓને નુકસાન ન પહોંચાડે.
વધુમાં તેમણે કહ્યું હતુ કે, આજે સમગ્ર વિશ્વની સામે એક મોટું સંકટ આવી પડ્યું છે. અત્યાર સુધીમાં 18 હજાર લોકોને તાલ્બાનના સકંજામાંથી બહાર કાવામાં આવ્યા છે. 14 ઓગસ્ટથી પછીથી 13 હજાર લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં અમેરિકામાં 6 હજારથી વધુ સૈનિકો તૈનાત છે. લોકોને બહાર કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે. ઇતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ઇવેક્યુએશન ઓપરેશન કહી શકાય.
ઉલ્લેખનીય છે તાલિબાને એફઘાનિસ્તાન પર કબ્જો કરીને પોતાની હુકુમત ચલાવી છે, અફઘાનમાં ફસાયેલા અનેક નાગરિકોને પોતાના દેશ થકી બહાર કાઢવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ દેશને સંબોધન કર્યું હતું,જેમાં તાલિબાનને સાફ સાફે શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકી સેના પર કરવામાં આવતા હુમલાને નજર અંદાજ કરાશે નહી