- રાષ્ટ્રપતિ બાઇડેનનો મોટો નિર્ણય
- દરેક પુખ્ત વયનાને મળશે વેક્સીન
- 19 એપ્રિલથી આપવામાં આવશે રસી
દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે જાહેરાત કરી હતી કે, 19 એપ્રિલથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેકને વેક્સીન આપવામાં આવશે. આ પહેલા તે 1 મેથી થવાનું હતું, પરંતુ બાઇડેને બે અઠવાડિયા પહેલા એટલે કે 19 એપ્રિલથી તેને શરૂ કરવાની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા પહેલા બાઇડેને દેશભરના વરિષ્ઠ નાગરિકોને વેક્સીન અપાવવાની અપીલ કરી હતી.
બાઇડેને વધુમાં કહ્યું હતું કે, અમેરિકા કોરોના વેક્સીનના 150 મિલિયન ડોઝ લગાવનાર અને 62 મિલિયન લોકોને સંપૂર્ણ રીતે વેક્સીનેશન કરનાર પહેલો દેશ છે. બાઇડેને કહ્યું કે, જ્યારથી તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે,ત્યારથી 65 વર્ષથી વધુ ઉંમરના 75 ટકા લોકો કોરોના વેક્સીનનો ડોઝ લઇ ચૂક્યા છે.
બાઇડેને કહ્યું કે, ગઇકાલે અમે 150 મિલિયન ડોઝને પાર કરી ગયા છીએ. અને મને આશા છે કે, રાષ્ટ્રપતિ તરીકેના 100 દિવસ પૂરા થતાં સુધીમાં અમે 200 મિલિયન ડોઝના લક્ષ્યને પાર કરીશું. એમ પણ કહ્યું કે, અમે અઠવાડિયામાં 20 મિલિયનથી વધુ ડોઝ માટે દરરોજ સરેરાશ 3 મિલિયન ડોઝ આપી રહ્યા છીએ.
દેવાંશી