રાષ્ટ્રપતિ જો બિડનની પાર્ટીમાં વધુ એક મૂળ ભારતીય અમેરિકી મહિલાનો થશે સમાવેશ- નીરા ટંડન સંભાળી શકે છે મહત્વનું પદ
- બિડનની પાર્ટીમાં વધુ એક મૂળ ભારતીય અમેરિકી મહિલા
- નીરા ટંડનને સંભાળી શકે છે પ્રમુખ પદ
દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડન તેમની પાર્ટીમાં વધુને વધુ ભારતીય મૂળના લોકોને લેવાનુ કામ કરી રહ્યા છે. ભારતીય મૂળની કમલા હેરિસ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ છે અને બીડનને દેશ ચલાવવામાં મદદ કરશે. ત્યારે હવે જો બિડનની ટીમમાં અન્ય એક ભારતીય અમેરિકનનો સમાવેશ થઈ શકે છે.
વોલ સ્ટ્રીટ જર્નલમાં રજુ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ બિડન એ ‘સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ’ ની ચીફ એક્ઝિક્યુટિવ નીરા ટંડનને ‘ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ’ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની યોજના બનાવી છે. તે જ સમયે, બિડેન આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે અર્થશાસ્ત્રી સેસિલિયા રાઉસને નોમિનેટ કરી શકે છે.
વોલ સ્ટ્રીટ આ મામલે પરિચિત લોકોના હવાલાથી જણાવ્યું છે કે, બિડેન ઓબામાના વહીવટ દરમિયાન વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય આર્થિક સલાહકાર વૈલી ઐડિમિઓને ટ્રેઝરી વિભાગમાં જેનેટ યેલેનના ટોચના નાયબ તરીકે સેવા આપવા માટે નિયુક્ત કરી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અર્થશાસ્ત્રીઓ જેરેડ બર્નસ્ટિન અને હિથર બાઉશેને આર્થિક સલાહકાર સમિતિના સભ્યો તરીકે નામાંકિત કરવામાં આવી શકે છે.
સાહિન-