Site icon Revoi.in

રાષ્ટ્ર્પતિ કોવિદં 10 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાત લેશે – માધવપુરના ભાતીગળ મેળાનો કરાવશે આરંભ

Social Share

અમદાવાદઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવનારી 10 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાત લેનાર છે, આ દરમિયાન તેઓ દ્રારકા પણ જશે જ્યાં ભગવાન કૃષ્ણના દર્શન કરશે.આ સાથે જ તેઓ પોરબંદરના પ્રાચીન મેળાના આયોજનનો પણ ભાગ બનશે

ઉલ્લેખનીય છે કે ચૈત્રમાસ રામનવમીના દિવસથી લઈને પાંચ દિવસ આ મેળાનું આયોજન કરવામાં આવે છેં.આ દિવસે માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીલા લગ્નના પ્રસંગની ઘામઘૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેને લઈને 10 એપ્રિલથી 13 એપ્રિલ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે જ આ મેળામાં અનેક રાજ્યોના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ,ઘારાસભ્યો જેવા નેતાઓની ઉપસ્થિતિ જોવા મળશે. આ સાથે જ દેશના રાષ્ટ્રપતિ કોવિંદ પોરબંદર પાસે આવેલા દરિયા કિનારાના ગામ માધવપુરમાં વર્ષોથી ભાતીગળ  લોકમેળો યોજાય  છે જેનો આરંભ કરાવશે.