- રાષ્ટ્રપતિ મુર્મુએ ‘ડ્રગ ફ્રી ઓડિશા’ અભિયાન શરૂ કર્યું
- રાષ્ટ્રપતિ મુર્મુ રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે
દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ઓડીશાની મુલાકાતે છે તેઓ વિતેલા દિવસે જ ઓડિશા પહોચ્યા હતા અહી તેઓએ અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી આજરોજ રાષ્ટ્રપતિ મુર્મુ મયુરભંજ જિલ્લાના મુખ્ય મથક બારીપાડાની મુલાકાત લેશે અને અહીંની મહારાજા શ્રી રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.રાષ્ટ્રપતિ મુર્મુ પોતાના ગૃહ જિલ્લા મયુરભંજની ત્રણ દિવસીય મુલાકાતે છે.
રાષ્ટ્રપતિની આ મુલાકાતને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા પહાડપુર ગામના કાચા રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમની મુલાકાતને જોતા સ્થાનિક રહીશો ભવ્ય સ્વાગતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મુર્મુ તે જ દિવસે બારીપાડા ખાતે તેની યાત્રા પૂરી કરીને દિલ્હી પરત ફરશે.
આ સાથે જ રાષ્ટ્રપતિએ વિતેલા દિવસે અહી માદક દ્રવ્યોના વ્યસનને એક રોગ ગણાવતા કહ્યું કે તે સામાજિક, આર્થિક, શારીરિક અને માનસિક અભિશાપ છે. તેમણે કહ્યું કે નશો પરિવાર અને સમાજમાં તણાવ પેદા કરે છે. તેથી જ લોકોને તેની ખરાબ અસરો વિશે જાગૃત કરવાની જરૂર છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના હટબદ્રા ગામમાં બ્રહ્મા કુમારીઝ સેન્ટરના ‘વ્યસન મુક્ત ઓડિશા’ અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નશાનું વ્યસન માનવ સમાજ માટે અભિશાપ છે અને તેને સંકલ્પ અને આધ્યાત્મિક માર્ગ દ્વારા હરાવી શકાય છે. ,
રાષ્ટ્રપતિએ કહ્યું કે, નશાખોરી એ સમાજનો સૌથી મોટો દુશ્મન છે, તેથી લોકોને તેના વિશે જાગૃત કરવા એ ઉમદા કાર્ય છે. તેમણે આધ્યાત્મિકતા દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણમાં બ્રહ્મા કુમારીઝ સેન્ટરના કાર્યની પ્રશંસા કરી હતી. તેમજ ‘ડ્રગ ફ્રી ઓડિશા’ અભિયાનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે સિમીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહાડપુરમાં બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે 5 મેના રોજ સિમિલીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે.