- રાષ્ટ્રપતિ મુુર્મુ બે દિસ એમપીની મુલાકાતે
- આજે અને કાલે એમપીમાં અનેક ભએંટ જનતાને આપશે
દિલ્હીઃ- આજથી એટચલે કે 15 નવેમ્બરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાતે છે. મંગળવારે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર, તેઓ મુખ્ય અતિથિ તરીકે શાહડોલના લાલપુર ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપનાર છે.
પ્રાપ્ત વધુ વિગત અનુસાર આ અવસરે રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશમાં PESA કાયદાના અમલીકરણની પણ અધ્યક્ષતા કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 15 નવેમ્બરની સાંજે ભોપાલથી બે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
- કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિ મુર્મુ આજરોજ 15 નવેમ્બરે સવારે 11.30 વાગ્યે જબલપુર પહોંચશે.
- આ પછી રાષ્ટ્રપતિ બપોરે 12.25 વાગ્યે શાહડોલમાં હશે.
- ત્યાર પછી પોરે 1.45 કલાકે રાષ્ટ્રપતિ શાહડોલના લાલપુર ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
- ત્યાર બાદ બપોરે 3 વાગ્યે શહડોલથી જબલપુર માટે રવાના થશે અને 3.55 વાગ્યે જબલપુર પહોંચશે. આ પછી,
- આજે 15 નવેમ્બરે સાંજે 5.25 વાગ્યે ભોપાલ પહોંચશે, જ્યાં તે બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
- રાષ્ટ્રપતિ બીજા દિવસે એટલે કે 16 નવેમ્બરે ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં મહિલા સ્વસહાય જૂથના સંમેલનમાં ભાગ લેશે.
રાષ્ટ્રપતિ મુર્મુ ભોપાલમાં રાજભવનથી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના રતાપાની, ઓબેદુલ્લાગંજ-ઈટારસી ફોર લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
રાષ્ટ્રપતિ વર્ચ્યુઅલ રીતે રાજભવનથી જ ગ્વાલિયરમાં સંરક્ષણ મંત્રાલયની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાની મેક્સિમમ માઇક્રોબાયલ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો પણ શિલાન્યાસ કરશે.
રાષ્ટ્રપતિ મુર્મુના આ બંને કાર્યક્રમો સાંજે 6.30 કલાકે યોજાનાર છે. આ પછી રાષ્ટ્રપતિ મહિલા યોગિની ગ્રુપ દ્વારા 16 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત કોન્ફરન્સમાં ભાગ લેશે. તે બપોરે 12.55 કલાકે ભોપાલથી દિલ્હી જવા રવાના થશે.