Site icon Revoi.in

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસીય એમપીની મુલાકાતે – અનેક કાર્યક્રમાં આપશે હાજરી

Social Share

દિલ્હીઃ- આજથી એટચલે કે 15 નવેમ્બરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાતે છે. મંગળવારે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર, તેઓ મુખ્ય અતિથિ તરીકે શાહડોલના લાલપુર ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપનાર છે.

પ્રાપ્ત વધુ વિગત અનુસાર  આ અવસરે રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશમાં PESA કાયદાના અમલીકરણની પણ અધ્યક્ષતા કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 15 નવેમ્બરની સાંજે ભોપાલથી બે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

રાષ્ટ્રપતિ મુર્મુ ભોપાલમાં રાજભવનથી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના રતાપાની, ઓબેદુલ્લાગંજ-ઈટારસી ફોર લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 

રાષ્ટ્રપતિ વર્ચ્યુઅલ રીતે રાજભવનથી જ ગ્વાલિયરમાં સંરક્ષણ મંત્રાલયની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાની મેક્સિમમ માઇક્રોબાયલ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો પણ શિલાન્યાસ કરશે.

રાષ્ટ્રપતિ મુર્મુના આ બંને કાર્યક્રમો સાંજે 6.30 કલાકે યોજાનાર છે. આ પછી રાષ્ટ્રપતિ મહિલા યોગિની ગ્રુપ દ્વારા 16 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત કોન્ફરન્સમાં ભાગ લેશે. તે બપોરે 12.55 કલાકે ભોપાલથી દિલ્હી જવા રવાના થશે.