દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 18-19 ફેબ્રુઆરીએ તમિલનાડુની મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ 18 ફેબ્રુઆરીએ કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત મહાશિવરાત્રિની ઉજવણીમાં હાજરી આપશે.
112 ફૂટના આદિયોગીની સામે રાત્રી સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન દેશભરના જાણીતા કલાકારો પણ પરફોર્મ કરશે.ધ્યાનલિંગમાં પંચ ભૂત આરાધનાથી શરૂ કરીને, લિંગ ભૈરવી મહાયાત્રા સાથે આગળ વધશે.આ પછી સદગુરુનું પ્રવચન, મધ્યરાત્રિનું ધ્યાન અને અદભૂત આદિયોગી દિવ્ય દર્શનમ, 3D પ્રોજેક્શન વિડિયો ઇમેજિંગ શો યોજાશે. સમારોહનું પ્રસારણ 16 ભાષાઓમાં તમામ મુખ્ય ચેનલો પર કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ બીજા દિવસે 19 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજની મુલાકાત લેશે અને 78મા સ્ટાફ કોર્સના સભ્યોને સંબોધિત કરશે.