1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ મુર્મુ 13 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ
રાષ્ટ્રપતિ મુર્મુ 13 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

રાષ્ટ્રપતિ મુર્મુ 13 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

0
Social Share
  • ગુજરાત વિધાનસભામાં ગયું કાગળિયા રાજ
  • 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ મુર્મૂ ગુજરાતની મુલાકાતે
  • રાષ્ટ્રપતિના હસ્તે પેપરલેસ વિધાનસભાનું ઉદ્ઘાટન

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (એનઈવીએ) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને 13 સપ્ટેમ્બરે ધારાસભ્યોને સંબોધશે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.

ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ એસેમ્બલીને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘વન નેશન, વન એપ્લીકેશન’ની વિભાવના પર અમલમાં મૂકાયેલ એનઈવીએ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને પછી ધારાસભ્યોને સંબોધશે.

પટેલે એક વિડીયો નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા અને 13 સપ્ટેમ્બરથી શરૂ થતા 15મી વિધાનસભાના ત્રીજા સત્ર દરમિયાન ગૃહને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે.”

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની કામગીરી સંપૂર્ણ ઓનલાઈન કરવાની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ચોમાસા સત્રથી 13 ઓગસ્ટના રોજ ગુજરાત ઇ-વિધાનસભા સત્રની શરૂઆત થશે. જેમાં ગુજરાત વિધાનસભામાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિધાનસભા ગૃહના સભ્યોને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત વિધાનસભા ગૃહ એવું છે જેમાં સતત બીજી વખત રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરવામાં આવશે. ભૂતકાળમાં રામનાથ કોવિંદે ગુજરાત વિધાનસભા ગૃહને સંબોધન કર્યું હતું.

ઈ-એસેમ્બલીના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત તમામ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ-લેપટોપ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની માથાકૂટ રહેશે નહીં. આ સિવાય ધારાસભ્યો પ્રશ્નો પણ એપ્લિકેશન મારફતે જ ફાઇલ કરી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code