આજરોજ રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહનો કરાવશે આરંભ, 500 થી વધુ પ્રતિનિઘિઓને કરશએ સંબોધિત
આજરોજ રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહનુ કરશે ઉદ્ધાટન
રાષ્ટ્રપતિ દેશભરમાંથી એક હજાર 500 થી વધુ પ્રતિનિધિઓને પણ સંબોધિત
દિલ્હીઃ- આજરોજ 17 એપ્રિલે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહનું ઉદ્ઘાટન કરશે , નવી દિલ્હીમાં ‘પંચાયતો-કમ-પુરસ્કાર સમારોહના પ્રોત્સાહક રાષ્ટ્રીય પરિષદ’માં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે, રાષ્ટ્રપતિ દેશભરમાંથી એક હજાર 500 થી વધુ પ્રતિનિધિઓને પણ સંબોધિત કરશે.
આ પ્રસંગે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ, કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલ અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ફગન સિંહ કુલસ્તે પણ ઉપસ્થિતિ રહેશે.
આ સહીત પંચાયતી રાજ મંત્રાલય 24મી એપ્રિલે સુનિશ્ચિત થયેલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ 2.0 ના ભાગરૂપે આજથી આ મહિનાની 21મી તારીખથી શરૂ થતા રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહની ઉજવણી કરશે.
મંત્રાલયે આ સ્મારક પ્રસંગની ઉજવણી કરવા માટે “પંચાયતો કે સંકલ્પો કી સિદ્ધિ કા ઉત્સવ” ની થીમ પર આધારિત વિષયોની પરિષદોની શ્રેણીની કલ્પના કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રેણી હેઠળ, સપ્તાહની ઉજવણી દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યોના સ્થાનિકીકરણ અને 2047 માટે વે ફોરવર્ડ હેઠળ નવ થીમને આવરી લેતી પાંચ રાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરવામાં આવશે