Site icon Revoi.in

 રાષ્ટ્રપતિ મુર્મુ જૂન મહિનામાં સુરીનામ અને સર્બિયાની મુલાકાતે જશે – પદભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત

Social Share

દિલ્હીઃ-  દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતા મહિનાની એટલે કે  4 થી 6 જૂન સુધી સુરીનામ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીના આમંત્રણ આપવા  હેઠળ પરમારિબોમાં પહોંચશે . રાષ્ટ્રપતિ મુર્મુ 5 જૂને,સુરીનામમાં ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

આ સથા જ રાષ્ટ્રપતિ તેમના સુરીનામ સમકક્ષ સંતોખી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોની પણ મુલાકાત લેશે અને ભારતીય સમુદાયના સભ્યો અને ડાયસ્પોરા સાથે વાતચીત કરશે.

તેમની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ મુર્મુ 7 થી 9 જૂન સુધી સર્બિયાની મુલાકાત લેશે. તે સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ સર્બિયાના રાષ્ટ્રપતિ વ્યુસિક સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વડાપ્રધાન અના બ્રનાબિક અને નેશનલ એસેમ્બલીના સ્પીકર વ્લાદિમીર ઓર્લિકને મળશે.

આ સહીત અહીં રાષ્ટ્રપતિ એક બિઝનેસ ઈવેન્ટને પણ સંબોધિત કરશે અને ભારતીય સમુદાય અને ભારતના મિત્રો સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિની સર્બિયાની મુલાકાત તેમની પ્રથમ સરકારી મુલાકાત છે અને દ્વિપક્ષીય વેપાર, આર્થિક, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, એમ નિવેદનમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા  વર્ષે પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ મુર્મુની સુરીનામની મુલાકાત તેમની પ્રથમ રાજ્ય મુલાકાત હશે. રાષ્ટ્રપતિની સુરીનામની મુલાકાત જાન્યુઆરી 2023માં રાષ્ટ્રપતિ સંતોખીની ભારત મુલાકાત બાદ દ્વિપક્ષીય સંબંધોને વેગ આપશે.