ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કોરોના પોઝિટિવ, સાત દિવસ માટે આઇસોલેટ
- ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કોરોના પોઝિટિવ
- શરૂઆતી લક્ષણો મળ્યા બાદ કરાવ્યો કોરોના ટેસ્ટ
- પોઝીટીવ આવ્યા બાદ સાત દિવસ માટે આઇસોલેટ
- દેશમાં ક્રિસમસ પહેલા કોરોના કેસ વધતા ફેલાઇ ચિંતા
દિલ્લી: કોરોના વાયરસનો કહેર હજુ પણ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. આ વચ્ચે ફ્રાન્સથી કોરોના વાયરસ સંબંધિત એક મોટો સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કોરોના પોઝીટીવ જાણવા મળ્યા છે.
દેશની સરકારે તેના વિશે માહિતી આપતા કહ્યું છે કે, રાષ્ટ્રપતિ સાત દિવસ માટે આઇસોલેટ થવાના છે. શરૂઆતી લક્ષણો મળ્યા બાદ તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સંક્રમણની વાત સામે આવી. હાલમાં તેઓ આઇસોલેટ રહીને જ કામ કરશે.
નોંધનીય છે કે, કોરોનાથી દેશમાં 59,300 લોકોનાં મોત થયાં છે. તો, બુધવારે 17 હજાર નવા કેસ નોંધાયા હતા. જેણે ક્રિસમસ અને નવા વર્ષ પહેલા કેસ વધવાની ચિંતામાં વધારો કર્યો છે. તેમજ ગુરુવાર રાત્રીના 8 વાગ્યાથી રાતભર માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
મેક્રોનનું નામ પણ વિશ્વના તે નેતાઓમાં સામેલ થયું છે, જે કોરોનાનો ભોગ બન્યા છે. બ્રિટિશના વડાપ્રધાન બોરીસ જોનસનથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ટ્રમ્પને થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ટૂંક સમયમાં વ્હાઇટ હાઉસ ખાતે પાછા ફર્યા હતા.
-દેવાંશી