- મિશ્રના રાષ્ટ્રપતિ ભારત આવશે
- 24 થી 26 જાન્યુઆરી સુધી ભારતમાં રહેશે
- પીએમ મોદી સાથે વાતાઘાટો કરશે
દિલ્હીઃ- ભારત વિશ્વભરમાં દરેક કેષઅત્રમાં આગળ ઊભરી આવતો દેશ બનતો જઈ રહ્યો છએ જેને લઈને વિદેશના સંબંધો ભારત સાથે વધુ મજબૂત બની રહ્યા છે અને તે જ કારણોથી અનેક વિદેશના નેતાઓ ભારતની મુલાકાત પણ લઈ રહ્યા છએ ત્યારે આજરોજ શનિવારેસવિદેશ મંત્રાલય જણાવ્યું હતું કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીની આગામી સપ્તાહે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બંને દેશો વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બનાવાની દિશામાં આ મુલાકાત જોવામાં આવી રહી છે. 68 વર્ષીય પ્રભાવશાળી આરબ નેતા 24 થી 26 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવવાના છે, જે દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યાપક વાટાઘાટો કરવાના છે,
મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને વેપારી સમુદાય સાથે વાર્તાલાપ કરશે. 25 જાન્યુઆરીએ મોદી અને મિશ્રના રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીત બાદ કૃષિ, સાયબર સ્પેસ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ભારત અને ઇજિપ્ત વચ્ચે લગભગ અડધો ડઝન કરારો પર હસ્તાક્ષર થવાની આશાઓ સેવાઈ રહી છે.
આ સહીત બન્ને નેતાઓ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને આગળ વધારવા પર વિશેષ ધ્યાન આપવાની અપેક્ષા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સિસીની સાથે પાંચ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશેય