- જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે રાષ્ટ્રપતિ
- રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે
- રાજ્યપાલ સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિને આવકારશે
રાજકોટ:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે.રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે.એ અગાઉ સવારે 10:20 કલાકે એરફોર્સ જામનગર ખાતે ટુંકુ રોકાણ કરી દ્વારકા જવા રવાના થશે.
દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ટુંકુ રોકાણ કરીને મોડી સાંજે પોરબંદર જશે અને રાત્રી રોકાણ પોરબંદર ખાતે કરશે. તા.11ના રોજ સવારે 11 વાગ્યે તેઓ વાયુસેનાના ખાસ વિમાન મારફત પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે.
આ તકે એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સામાજિક ન્યાય અને અધિકરીતા વિભાગના રાજય મંત્રી આર.સી.મકવાણા, કોમોડોર મારવાહા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, એર કોમોડોર, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો આવકારી રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે.