Site icon Revoi.in

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરની મુલાકાત કરશે

Social Share

જામનગર :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે રાષ્ટ્રપતિ જામનગરની મુલાકાત લેશે અને INS વાલસુરા નેવી ખાતે એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મિલીટરી ઈન્સ્ટીટ્યુશનનો હાઈએસ્ટ ઓનર પ્રેસિડેન્સિયલ કલર્સ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાશે.

આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિના આગમનના પગલે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લગભગ 1450 પોલિસ જવાનો સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવ્યા છે.