રાષ્ટ્રપતિ પદના દાવેદાર માટેના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ દિલ્હી પહોંચ્યા – પીએમ મોદી સાથે કરી મુલાકાત
- કદ્રૌપદી મુર્મૂ દિલ્હી પહોચ્યા
- પીએમ મોદી સાથે કરી મુલાકાત
દિલ્હીઃ- જરાષ્ટ્પતિ પદના ઉમેદવાર તરીકે બીજેપી એ દૌપદી મુર્મૂના નામની જાહેરાત કરી છે ત્યારે હવે તેઓ આજરોજ ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી દિલ્હી આવી પહોંચી હતી. અહીં પહોંચીને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.
જાણકારી પ્રમાણે મુર્મુ આવતી કાલે શુક્રવારે પોતાનું નામાંકન દાખલ કરનાર છે. રાષ્ટ્રપતિ પદ માટે તેમનો સામનો વિપક્ષના સામાન્ય ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા સાથે થશે.
માહિતી પ્રમાણે એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું થોડા સમય બાદ પીએમ નરેન્દ્ર મોદી પણ તેમને મળ્યા હતા. શ્રીમતી મુર્મુને ગુલદસ્તો આપતા PM એ ટ્વીટ કર્યું, “તેમની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની સમગ્ર ભારતમાં સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. જમીન પરની સમસ્યાઓ અંગેની તેમની સમજ અને ભારતના વિકાસ માટેની તેમની દ્રષ્ટિ અજોડ છે.
Met Smt. Droupadi Murmu Ji. Her Presidential nomination has been appreciated across India by all sections of society. Her understanding of grassroots problems and vision for India’s development is outstanding. pic.twitter.com/4WB2LO6pu9
— Narendra Modi (@narendramodi) June 23, 2022
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીના નિવાસસ્થાને તેમના ઉમેદવારી પત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમના પ્રસ્તાવકોમાં હશે.