રાષ્ટ્રપતિ ચૂંટણીઃ BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને NDA ઉપરાંત કેટલાક રાજકીય પક્ષોનું સમર્થન મળવાની શકયતા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપા અને વિપક્ષે પોત-પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપના આગેવાની હેઠળ એનડીએએ ઓડિસાના આદિવાસી મહિલા નેતા અને ઝારખંડના પર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીશા છે. જ્યારે વિપક્ષે યશવંતસિંહાના નામની જાહેરાત કરી છે, હવે જોવાનું એ છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ જીતે છે અને કોનો પરાજય થાય છે. એનડીએ ઉપરાંત અન્ય રાજકીય આગેવાનો આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મુ તરફી મતદાન કરે તેવી શકયતા રાજકીય તજજ્ઞોએ વ્યક્ત કરી છે.
ભાજપ દ્વારા લંબાણપૂર્વકની ચર્ચા બાદ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરી છે. તેઓ 25મીએ ઉમેદવારી ફોર્મ ભરે તેવી શકયતા છે. ભાજપા દ્વારા 24 અને 25મી જૂને તમામ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને દિલ્હીમાં રહેવાની સૂચના આપી છે. યશવંતસિંહા બે વાર કેન્દ્રીય મંત્રી રહી ચુક્યાં છે વર્ષ 1990માં ચંદ્રશેખરની સરકારમાં તથા અટલ બિહારી વાજપાયીની સરકારમાં મંત્રી રહી ચુક્યાં છે. એનડીએ પાસે 5.26 લાખ વોટ છે જે કુલ વોટના લગભગ 49 ટકા છે.
દ્રૌપદી મુર્મુને જીત માટે 5,39,429 વોટની જરૂJત છે. જ્યારે એનડીએ પાસે હાલ 5,26,429 મત છે. ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અગાઉ દ્રૌપદીજીને સમર્થન આપ્યું છે. તેમની પાર્ટી પાસે 31 હજાર મત છે. આ ઉપરાંત 43000 વોટ ધરાવતી વાઈએસઆર કોંગ્રેસ પણ સમર્થન આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આદિવાસીના નામે રાજનીતિ કરતી ઝારખંડ મુક્તિ મોર્ચા માટે પણ દ્રૌવદી મુર્મુનો વિરોધ કરવો મુશ્કેલ છે. ઝારખંડ મુક્તિ મોર્ચા પાસે 20 હજાર વોટ છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ વોટના 10 ટકા વોટ કોંગ્રેસ પાસે છે. જ્યારે યુપીએ પાસે 25 ટકા વોટ છે. આ વોટ યશવંત સિંહાને મળવાની શકયતા છે. યશવંતસિંહા પાસે હાલ લગભગ 3,70,709 વોટ છે. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક રાજકીય પક્ષો ગરીબ, દલિતો, આદિવાસી અને મહિલોના મુદ્દે મત માગે છે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ પક્ષો કોના તરફી મતદાન કરે છે તે જોવુ રહ્યું. તા. 18મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, જ્યારે 21મી જુલાઈએ મત ગણતરી હાથ ધરવામાં આવશે.