Site icon Revoi.in

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ગુજરાતમાં ક્રોસ વોટિંગ, એનસીપીના ધારાસભ્યએ દ્રૌપદી મૂર્મૂ તરફી કર્યું મતદાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે સવારથી જ વિધાનસભા સંકુલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. દરમિયાન ક્રોસ વોટિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મૂર્મૂ તરફી મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ દ્વારા દ્રૌપદી મૂર્મૂને મદાનમાં ઉતારવામાં આવ્યાં હતા. જ્યારે વિપક્ષએ યશવંત સિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં હતા. દરમિયાન એનસીપીએ યશવંત સિંહાને સમર્થન આપ્યું હતું. જો કે, ગુજરાતમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. એનસીપી નેતા કાંધલ જાડેજાએ દ્રૌપદી મૂર્મૂને વોટ આપ્યાની પુષ્ટી કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યોએ વિધાનસભા સંકુલમાં મતદાન કર્યું હતું.