નવી દિલ્હી: દેશમાં જલ્દી લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ દરમિયાન વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમમે આ ચિઠ્ઠીમાં કહ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્રને કમજોર કરવામાં લાગેલું છે.
આ વકીલોએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે આ ખાસ ગ્રુપનું કામ અદાલતી નિર્ણયોને પ્રભાવિત કરવા માટે દબાણ નાખવાનું છે, વિશેષરૂપથી આવા મામલામાં જેનાથી અથવા તો નેતા જોડાયેલા છે અથવા તો પછી જેમના પર ભ્રષ્ટાચારના આરોપ છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે તેમની ગતિવિધિઓ દેશના લોકતાંત્રિક તાણાવાણાં અને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ માટે ખતરો છે.
સીજેઆઈની ચિઠ્ઠી લખનારાઓમાં વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે સિવાય મનનકુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલ્લા, સ્વરૂપમા ચતુર્વેદી સામેલ છે.
વકીલોનું કહેવુ છે કે આ ખાસ ગ્રુપ ઘણાં પ્રકારે અદાલતી કામકાજને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યું છે, તેમાં અદાલતના કથિત સુવર્ણ યુગ બાબતે ખોટો નરેટિવ રજૂ કરવાને લઈને અદાલતોની હાલની કાર્યવાહીઓ પર સવાલ ઉઠાવવા અને અદાલતોમાં જનતાનો વિશ્વાસ ઓછો કરવાનું સામેલ છે.
ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપ પોતાના પોલિટિકલ એજન્ડાના આધારે અદાલતી નિર્ણયોની પ્રશંસા અથવા તો પછી ટીકા કરે છે. અસલમાં આ ગ્રુપ માઈવે અથવા હાઈવે વાળી થિયરીમાં વિશ્વાસ કરે છે. તેની સાથે બેંચ ફ્કિસિંગની થિયરી પણ તેમણે ઉભી કરી છે.
વકીલોનો આરોપ છે કે આ વિચિત્ર છે કે નેતા કોઈના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને પછી અદાલતમાં તેમનો બચાલ કરે છે. તેવામાં જો અદાલતનો નિર્ણ તેમના મનમાફક નથી આવતો તો તેઓ કોર્ટની અંદર જ અથવા તો પછી મીડિયા દ્વારા કોર્ટની ટીકા કરવાનું શરૂ કરે છે.
ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક તત્વ જજોને પ્રભાવિત કરવા અથવા તો પછી કેટલાક પસંદગીના મામલામાં પોતાના પક્ષમાં ચુકાદો આપવા માટે જજો પર દબાણ નાખવાની કોશિશ કરી રહ્યા છે અને આવું સોશયલ મીડિયા પર જૂઠ્ઠાણું ફેલાવીને કરાય રહ્યું છે. તેમનો આ પ્રયાસ અંગત અથવા રાજકીય કારણોથી કોર્ટોને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે, જેમને કોઈપણ પરિસ્થિતિમાં સહન કરી શકાય નહીં.
વકીલોએ સીજેઆઈની સમક્ષ ગુહાર લગાવી-
આ વકીલોનો આરોપ છે કે આ ખાસ ગ્રુપની ગતિવિધિઓ ચૂંટણીની સિઝન દરમિયાન વધારે સક્રિય હોય છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ આવું જ જોવા મળ્યું હતું. અમે સુપ્રીમ કોર્ટને અનુરોધ કરીએ છીએ કે તે આવા પ્રકારના હુમલાથી આપણી અદાલતોને બચાવવા માટે કડક અને નક્કર પગલા ઉઠાવે.
ચિઠ્ઠીમાં વકીલોએ અદાલતના સમર્થનમાં એકજૂટ વલણ અપનાવવા માટે હાકલ કરી છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે અદાલત લોકશાહીનો એક મજબૂત સ્તંભ બનેલી રહે.