Site icon Revoi.in

શિયાળામાં ચહેરાની ત્વચાની ડ્રાય થતા રોકો,આ છે તેની રીત

Social Share

શિયાળામાં વાતાવરણ એવું ઠંડુ થઈ જાય છે કે જેના કારણે ચહેરાની ત્વચા ડ્રાય પણ થઈ જતી હોય છે. કેટલાક લોકોને આ વાત પસંદ હોતી નથી, તો હવે તે લોકોએ ચીંતા કરવાની જરૂર નથી. કારણ કે કેટલીક ટ્રીકનો ઉપયોગ કરવાથી ચહેરાની ત્વચાને ડ્રાય થતા રોકી શકાય છે. ઘી શિયાળામાં ત્વચામાં ભેજ જાળવી રાખે છે. જો તમે દરરોજ સૂતી વખતે તેનો ઉપયોગ ત્વચા પર કરો છો, તો તે તમને ડ્રાય સ્કીનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

ઘી નેચરલ વેઈટગેનર તરીકે ઓળખાય છે પરંતુ તેનો ઉપયોગ સનબર્ન પર પણ કરી શકાય છે. સૂર્યના કિરણોને કારણે ક્યારેક ત્વચા પર કાળા ડાઘ પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા તે જગ્યા પર ઘી લગાવો તો બળતરાના નિશાન દૂર થઈ જાય છે. આ સિવાય તમે તેને ચહેરા પર લગાવીને પણ સૂઈ શકો છો.

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર ઘીની અંદર એવા આયુર્વેદિક ગુણ હોય છે જે શરીરના સોજા ઘટાડવાનું કામ કરે છે. તેને ચહેરા પર લગાવતા પહેલા ચહેરાને પાણીથી ધોઈ લો અને સ્વચ્છ કપડાની મદદથી સાફ કરો. આ પછી ઘી ને થોડું ગરમ ​​કરો અને શરીર ના સોજા વાળા ભાગ પર લગાવો.