અમદાવાદાઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને ભારે અસર પડી છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા તેની અસર જીવન જરૂરી વસ્તુઓ ઉપર પણ પડી રહી છે. તાજેતરમાં જ દૂધના ભાવમાં વધારો થયો હતો. હવે કઠોળના ભાવમાં વધારો થયો છે. કઠોળના ભાવમાં રૂ. 10થી 20નો વધારો થયો છે. જેથી અસહ્યુ મોંધવારીનો સામનો કરતા મધ્યમ વર્ગની હાલત વધારે દયનીય બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં છેલ્લા કેટલાક સમયથી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ભડકો થયો છે. દૂધ, ખાદ્યતેલ અને શાકભાજીના ભાવમાં તોલિંગ વધારો થયો છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનો સામનો કરતી જનતા ઉપર વધારે એક બોજ પડ્યો છે. હવે કઠોળના ભાવમાં રૂ. 10થી 20 સુધીનો વધારો થયો છે. પહેલા ચણા રૂ. 60ના કિલો મળતા હવે હવે તે રૂ. 70માં વેચાઈ રહ્યાં છે. આવી જ રીતે રૂ. 85ના ચોળાનો ભાવ 115, 95ના કાબુલી ચણાનો ભાવ 105, રૂ. 90ના મઠ રૂ. 100માં, 85ના વાલ રૂ. 110માં, 90ની તુવેળદાવ 110માં 80નો ભાવ મગ રૂ. 90માં વેચાઈ રહ્યાં છે. આમ શોકભાજી બાદ હવે કઠોળના ભાવમાં વધારો થતા ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે.