Site icon Revoi.in

રાજકોટ ડુંગળીના ભાવો પહોંચ્યા તળિયે, ખેડૂતો નિરાશ

Social Share

રાજકોટ: સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે, જેમાં રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 50 ટકા કરતાં વધુ હિસ્સો હોય છે. ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો ડુંગળીના વાવેતરમાં મોખરે છે, જ્યાં ડુંગળીનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. અચાનક જ ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે અને માત્ર એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ 50 ટકા તળિયે બેસી ગયા છે, પરંતુ ડુંગળીના ભાવ હવે રિટેલ બજારમાં ઓછા થઇ જશે, જે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે.

રસોડામાં ડુંગળી દરેક પ્રકારના ભોજનમાં વપરાય છે. આગમી ટૂંક સમયમાં રિટેલ બજારમાં વેચાતી ડુંગળી પણ અડધા ભાવે વેચાવાની શકયતા છે.અત્યાર સુધી ભાવના મુદ્દે સાવતી ડુંગળી અચાનક જ ખેડૂતોને રડાવી રહી છે. ડુંગળીના ઉત્પાદનનો ભરપૂર લાભ લોકલ ડીઈડ્રેશન પ્લાન્ટને થાય છે. એક સપ્તાહ પૂર્વે માર્કેટયાર્ડ ખાતે ડુંગળી લઈને વેચાણ માટે આવતા ખેડૂતોને ડુંગળીના રૂ 550 સુધીના સારા ભાવ મળી રહ્યા હતા , જ્યારે વીપાકની સિઝન હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળી લઈને વેચાણ માટે માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે .