1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વેકેશન ખૂલતા જ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી
ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વેકેશન ખૂલતા જ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વેકેશન ખૂલતા જ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં આજે સોમવારથી ઉનાળું વેકેશન બાદ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી હતી. વિદ્યાર્થીઓ પોતાના સહધ્યાયીઓને મળીને ખૂશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. શિક્ષકોએ પણ શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓનો પરિચય મેળવીને શિક્ષણકાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થયો છે. 35 દિવસના વેકેશન બાદ આજથી સ્કૂલો શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ સાથે નવા વર્ષમાં અભ્યાસ કરવા માટે સ્કૂલમાં પહોંચ્યા હતાં. રાજ્યની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શૈક્ષણિક કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મોડેલ સ્કૂલની પરીક્ષાનું પરિણામ હજી જાહેર થયું નથી. સ્કૂલો શરૂ થઈ જતાં પરિણામ જાહેર નથી થયું જેને લઈને વાલીઓ પણ ચિંતિત જોવા મળ્યા હતા.  મોડેલ સ્કૂલની અંદાજિત 52 હજારથી વધુ બેઠકો પર પરીક્ષા યોજાઈ હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંદાજિત 4.50 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતાં. જે ગત એપ્રિલ મહિનાની 27 તારીખે યોજાઈ હતી. મોડલ સ્કૂલમાં ધોરણ 6 માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. શિક્ષણ વિભાગે 15 દિવસના ગાળામાં પરિણામ જાહેર કરવાની વાત કરી હતી. પરંતુ પરીક્ષાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પરિણામ જાહેર નહીં થતાં વાલીઓમાં ચિંતાઓ શરૂ થઈ ગઈ છે. જેથી હવે પરીક્ષા બોર્ડ આગામી ચારેક દિવસમાં પરિણામ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત જેમની તેમ જ છે. શાળા સંચાલક અને આચાર્ય મંડળ દ્વારા અનેક વખત શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ હોવા છતાં સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો ફાળવવામાં આવ્યાં નથી. સરકારે પણ હજી પ્રવાસી શિક્ષકો માટેની મંજુરી આપી નથી. સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને હવે જો આ મંજુરી આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code