Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને એક અસાધારણ માનવી હતા, જેમણે પોતાની નમ્રતા, દયા અને આપણા સમાજને વધુ સારું બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતા વડે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા.

X પર એક થ્રેડ પોસ્ટમાં, મોદીએ લખ્યું હતું કે, “રતન ટાટા જી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. સાથે , તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું જ આગળ હતું. તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને યોગ્ય બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાના કારણે તેમણે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા હતા.”

https://x.com/narendramodi/status/1844082581534539778?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1844082581534539778%7Ctwgr%5E352fe7462433bf51298022e2245f63a17b237fdd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2063727

“રતન ટાટા જીના સૌથી અનોખા પાસાઓમાંનું એક મોટું સ્વપ્ન જોવા અને પાછું આપવા પ્રત્યેનો તેમનો જુસ્સો હતો. તેઓ શિક્ષણ, આરોગ્યસંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા કેટલાક કારણોને આગળ ધપાવવામાં મોખરે હતા.”

“મારું મન રતન ટાટા જી સાથે અસંખ્ય મુલાકાતોથી ભરાયેલું છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ ખૂબ સમૃદ્ધ લાગ્યા. હું જ્યારે દિલ્હી આવ્યો ત્યાર બાદ પણ આ મુલાકાત ચાલુ રહી. તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”