નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ચરાઈદેવ મૈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવતાં તેમની ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું કે ભારત માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. ચરાઈદેવ ખાતેના મૈદમ ભવ્ય અહોમ સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે, જે પૂર્વજોને અત્યંત આદર આપે છે, મોદીએ વધુમાં ઉમેર્યું હતું. ઉપરોક્ત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદી વિશે યુનેસ્કોની X પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;“ભારત માટે અપાર આનંદ અને ગર્વની વાત! ચરાઈદેવ ખાતેના મૈદમ ભવ્ય અહોમ સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે, જે પૂર્વજોને અત્યંત આદર આપે છે. મને આશા છે કે વધુ લોકો મહાન અહોમ શાસન અને સંસ્કૃતિ વિશે શીખશે.