વડાપ્રધાન મોદીએ વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું
બેંગ્લોરઃ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે સર્જાયેલા ભૂસ્ખલનમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ થયાં છે. જેની શોધખોળ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રભાવિત વાયનાડની મુલાકાત લીધી હતી. તેમજ પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલ પહોંતચીને પીડિતો સાથે મુલાકાત કરીને તેમનો હાલચાલ જાણ્યો હતો. તેમજ હોસ્પિટલના તબીબો સાથે પણ પીડિતોની સારવારને લઈને ચર્ચા કરી હતી.
કેરળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે બચાવ કાર્યની માહિતી લીધી હતી. ભવિષ્યની વ્યૂહરચના પણ જાણી હતી. આ બેઠકમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ હાજર રહ્યાં હતા. PM મોદીએ કેરળના વાયનાડની મુલાકાત શરણાર્થી શિબિરોની મુલાકાત લીધી અને પીડિતોને મળ્યા અને તેમની સમસ્યા સાંભલી હતી.. વડાપ્રધાને પીડિતોને સાંત્વના આપી અને કહ્યું કે સરકાર તેમની સાથે છે.
ભૂસ્ખલનના હવાઈ સર્વેક્ષણ દરમિયાન, વડા પ્રધાને ભૂસ્ખલનનું કારણ પૂછ્યું હતું અને ભૂસ્ખલનથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો, પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાની પરિસ્થિતિનો પણ અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે સીએમ પી વિજયન પણ હાજર રહ્યાં હતા.