Site icon Revoi.in

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના સાંસદો સાથે કરી બેઠક, અજય મિશ્રા રહ્યાં ચર્ચાનું કેન્દ્ર

Social Share

દિલ્હીઃ ઉતરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપ દ્વારા સમગ્ર ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના સાંસદો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિન રાજકી મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ચર્ચાના કેન્દ્રમાં હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક સાંસદોને નાસ્તામાં મળ્યા હતા અને તેમની સાથે વિવિધ “બિન-રાજકીય” મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. તેમના કહેવા પ્રમાણે, વડાપ્રધાને સાંસદોને પક્ષના કાર્યકરો અને રાજકારણની બહારના લોકો સાથે વધુને વધુ જોડાવા સલાહ આપી હતી. 36 સાંસદો સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી પણ બેઠકમાં સામેલ થયા હતા. આ બઠકમાં કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ચર્ચાના કેન્દ્રમાં હતા. જો કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ચર્ચાના કેન્દ્રમાં હતા. તેઓ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. મિશ્રાનો પુત્ર લખીમપુર ખેરી હિંસા કેસમાં આરોપી છે અને વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. સંસદના શિયાળુ સત્રમાં, છેલ્લા કેટલાક દિવસોથી, વિપક્ષી દળો આ મુદ્દો ઉઠાવીને અને મિશ્રાના રાજીનામાની માંગ કરીને હંગામો મચાવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અહીં તેમના સત્તાવાર નિવાસસ્થાન પરની બેઠક દરમિયાન, વડા પ્રધાને મોટાભાગે “બિન-રાજકીય” મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને તે એક અનૌપચારિક બેઠક હતી. સાંસદોએ કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ માટે મોદીની પ્રશંસા કરી હતી અને કોરિડોરના નિર્માણ સાથે સંકળાયેલા કામદારો સાથે વડા પ્રધાને લંચ લેવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સાંસદોએ કહ્યું કે ખાસ કરીને ઉત્તર પ્રદેશના લોકોએ આ પગલાની ખૂબ પ્રશંસા કરી.