પ્રધાનમંત્રી મોદીએ ઈજિપ્તના પ્રમુખ મુફ્તી સાથે કરી મુલાકાત – કટ્ટરપંથ સાથે વ્યવ્હાર કરવા બાબતે થઇ ચર્ચા
દિલ્હીઃ- પીએમ મોદી ગઈકાલે 24 જૂનના રોજથી ઈજિપ્તની રાજકિય મુલાકાતે પહોચ્યા છે,અમિરાકના પ્રવનાસ બાદ તેઓ સીઘા વોશિંગટનથી ઈજિપ્ત માટે રવાના થયા હતા ત્યારે ઈજિપ્તની તેમની પ્રથમ દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અહીના પ્રમુખ મુફ્તી સાથે મુલાકાત કરી હતી.
જાણકારી અનુસાર પીએમ મોદીએ વિતેલા દિવસને શનિવારે ઈજિપ્તના પ્રમુખ મુફ્તી ડૉ. શૌકી ઈબ્રાહિમ અબ્દેલ-કરીમ આલમ સાથે મુલાકાત કરી હતી.મુફ્તી સાથેની આ બેઠક દરમિયાન, સામાજિક સમરસતા વધારવા અને ઉગ્રવાદ અને કટ્ટરપંથ સાથે વ્યવહાર કરવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ સહીત ગ્રાન્ડ મુફ્તીએ તેમની તાજેતરની ભારત મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરી અને ભારત અને ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો. ગ્રાન્ડ મુફ્તીએ સર્વસમાવેશકતા અને બહુલવાદને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાનના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.