નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા સંશોધન માટે ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર અને ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. હવામાન અને જળવાયુ માટે એક હાઇ પરર્ફોમન્સ કમપ્યૂટિંગ સિસ્ટમને પણ તેમણે ઉદ્ધાટિત કરી હતી.
પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ડિજિટલ ક્રાંતિના આ યુગમાં કમ્પ્યુટિંગ ક્ષમતા રાષ્ટ્રીય ક્ષમતાનો પર્યાય બની રહી છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જે પ્રત્યક્ષ રીતે ટેક્નોલોજી અને કમ્પ્યુટિંગ ક્ષમતાઓ પર નિર્ભર ન હોય, આ ઉદ્યોગ 4.0માં ભારતની સફળતાનો સૌથી મોટો આધાર છે.સ્વદેશી સુપર કોમ્પ્યુટરના લોન્ચિંગ વખતે પ્રધાનમંત્રીએ યુવાનોને સિસ્ટમ સાથે જોડાવવા આગ્રહ કર્યો હતો.