Site icon Revoi.in

વડાપ્રધાન મોદીએ UN હોસ્પિટલ પહોંચીને માતાના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમના તમામ રિપોર્ટો કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી છે. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.હાલ હીરાબા તબિયત સુધારા પર છે. માતુશ્રી હારાબાની નાદુસ્ત તબીયતની જાણ થતાં વડાપ્રધાન મોદી દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચીને માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન.મહેતાએ બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું હતું.

વડાપ્રધાનના માતુશ્રી હીરાબાની તબીયત નાદુરસ્ત બનતા તેમણે અમદાવાદની યુએન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાની જાણ કરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, અને શહેરના ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. દરમિયાન વડાપ્રધાનને જાણ થતાં જ વડાપ્રધાન દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. અને યુ એન મહેતા હોસ્પિટલ પહોંચીને માતાની તબીયત અંગે તબીબો સાથે વાત કરી હતી.વડાપ્રધાનની સાથે રહ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવાના થઈ ગયા હતા.

વડાપ્રધાનના માતુશ્રી હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાની જાણ થતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય(ગાંધીનગર દક્ષિણ) અલ્પેશ ઠાકોર અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું છે. દરમિયાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરમાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તેમજ હીરાબા જલ્દીથી સ્વસ્થ થાય એવી કામના સાથે રુદ્રાભિષેક પણ કરવામાં આવ્યો હતો.

યુએન હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ એક્સપર્ટ ડોક્ટર દ્વારા હીરાબાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમજ તબીબો દ્વારા હીરાબાના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેમને સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્ટેબલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અત્યંત લોખંડી બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલના સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.