Site icon Revoi.in

વડાપ્રધાન મોદી આજે કેવડિયાની મુલાકાતે, ઉચ્ચ સૈન્ય અધિકારીઓને સંબોધિત કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કેવડિયા પ્રવાસ પર છે. પીએમ મોદી કેવડિયામાં ચાલી રહેલા ત્રણ દિવસીય સેમિનારમાં હાજરી આપશે. શીર્ષ સૈન્ય અધિકારીઓના આ કાર્યક્રમમાં સેનાના જવાનો અને જેસીઓ રેંકના અધિકારીઓ પણ હાજર રહેશે. કેવડિયાના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન ત્યાંથી અમદાવાદ જવા રવાના થશે અને પછી ત્યાંથી દિલ્હી પરત ફરશે.

પીએમ મોદી પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહે સૈન્ય અધિકારીઓને સંબોધન કર્યું હતું. કેવડિયાની કમ્બાઇંડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં રક્ષામંત્રીએ ભવિષ્યના ઉભરતાં સૈન્ય ખતરાઓને લઇને ચર્ચા કરી હતી.

કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધા પછી પીએમ મોદી સાંજે 6 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત,આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે,એર ચીફ માર્શલ આર.કે.એસ ભદોરિયા,નેવી પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ અને સેનાના શીર્ષ અધિકારી કમ્બાઇંડ કમાન્ડર્સ કોન્ફરેન્સમાં સામેલ થશે.

-દેવાંશી