Site icon Revoi.in

વડાપ્રધાન મોદી આજે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરશે

Social Share

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી અષાઢ-પૂર્ણિમા અને ધમ્મચક્ર દિવસે એટલે કે શનિવારે સવારે દેશવાસીઓ સાથે પોતાનો સંદેશ શેર કરશે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે.પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે,મહર્ષિ વેદ વ્યાસનો જન્મ આ દિવસે થયો હતો. કારણ ગુરુ વેદ વ્યાસે જ પહેલી વાર માનવ જાતને ચારેય વેદનું જ્ઞાન આપ્યું હતું.તેથી તેમને પ્રથમ ગુરુ માનતા તેમની જન્મ તારીખ ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આવતીકાલે 24 મી જુલાઈએ સવારે 8:30 વાગ્યે હું અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસના કાર્યક્રમમાં મારો સંદેશ શેર કરીશ.

આ વખતે ગુરુપૂર્ણિમાની પવિત્ર તારીખ 23 જુલાઈ 2021 ના ​​સવારે 10:43 થી શરૂ થઇ 24 જુલાઈ 2021 ના ​​સવારે 08:06 સુધી રહેશે.પરંતુ ઉદય તિથિને કારણે 24 મી જુલાઈએ ઉજવાશે.

ઉત્તરપ્રદેશમાં વારાણસી નજીક વર્તમાન સમયના સારનાથમાં ઋષિપટનમાં સ્થિત હિરણ ગાર્ડનમાં મહાત્મા બુદ્ધ દ્વારા તેમના પ્રથમ પાંચ તપસ્વી શિષ્યોને આપેલા ‘પ્રથમ ઉપદેશ’ને ધ્યાનમાં રાખીને ધમ્મ ચક્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે..આ દિવસ બૌદ્ધ અને હિન્દુઓ બંને પોતપોતાના ગુરુઓને માન આપવા માટે ‘ગુરુ પૂર્ણિમા’ તરીકે ઉજવે છે.