પીએમ મોદી 26 સપ્ટેમબરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે
- ઈતિહાસમાં પ્રથમ વખત ઓનલાઈન સંયુક્ત રાષ્ટ્રની સભા યોજાશે
- કોરોના મહામારીને કારણે અનેક નેતાના ઓડિયો-વીડ્યો પૂર્વ રેકોર્ડ કરીને રજુ કરાશે
- માત્ર અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ વ્યક્તિગત હાજર રહીને વક્તવ્ય આપશે
સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે આ વર્ષની વાર્ષિક મહાસભાનનું સત્ર ઓનલાઇન યોજાઇ રહ્યું છે, અનેક દેશો અને સરકારોના વડાઓ કોરોના વાયરસની વૈશ્વિકમહામારીને કારણે આ સભામાં શારીરિક રીતે જોડાઈ શકશે નહીં.આ સભાના સત્ર માટે વૈશ્વિક સ્તરે અનેક નેતાઓ પૂર્વ-રેકોર્ડ કરેલા વિડિઓ વ્યક્તવ્યોને રજુ કરશે.
આ સભામાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવનારી 26 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરી શકે છે. વૈશ્વિક સંસ્થા દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક માટે જાહેર કરાયેલ વક્તાઓની તાત્કાલિક સૂચિમાં આ માહિતી રજુ કરવામાં આવી છે.સંયુક્ત રાષ્ટ્રના મહાસભા અને પરિષદ સંચાલન વિભાગે સભાના 75 મા સત્રની સામાન્ય ચર્ચા માટે મંગળવારે વક્તાઓની તાત્કાલિક સૂચી સ્થાયી મિશનોને રજુ કરી છે.
આ જારી કરેલી સૂચિ મુજબ, પીએમ મોદી 26 સપ્ટેમ્બરની સવારે સામાન્ય ચર્ચાું સંબોધન કરી શકે છે. જો કે, એ ધ્યાન રાખવું પડશે કે,સૂચિ ત્વરિત છે અને ત્યાં વધુ બે પુનરાવર્તનો હશે, કારણ કે આવનારા કેટલાક અઠવાડિયામાં સામાન્ય ચર્ચા માટે કાર્યક્રમ અને વક્તાઓ બદલાઇ પણ શકે છે. સામાન્ય ચર્ચા માટે અંતિમ વક્તવ્યોનો ક્રમ અલગ પણ હોઈ શકે છે.
સૂચિ પ્રમાણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પ્રથમ વક્તા છે. પરંપરાગત રીતે અમેરીકા સામાન્ય ચર્ચાના પહેલા દિવસે બીજા વક્તા છે, અને એવું માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદ પર રહેતાપોતાનું અંતિમ સંબોધન વ્યક્તિગત રીતે આપવા માટે ન્યૂયોર્કની જઈ શકે છે
હાલની સૂચિ પ્રમાણે જો વાત કરીએ તો, તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પ્રથમ દિવસની ડિજિટલ ચર્ચાનું સંબોધન કરશે. અમેરિકા સંયુક્ત રાષ્ટ્રનો યજમાન દેશ છે અને આ વર્ષ દરમિયાન એકમાત્ર વૈશ્વિક નેતા હશે જે ડિજિટલ ઉચ્ચ-સ્તરની સભાને વ્યક્તિગત રૂપે હાજર રહીને સંબોધન કરશે.
સાહીન-