પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારથી UAEની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. તેઓ દુબઈમાં યોજાનાર વિશ્વ શિખર સમેલનમાં સન્માનિત અતિથિ તરીકે ભાગ લેશે અને મુખ્ય સંબોધન કરશે. નરેન્દ્ર મોદી UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત કરશે. તેઓ યુએઈના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીને પણ મળશે.
નરેન્દ્ર મોદી અબુધાબીમાં પ્રથમ BAPS હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. તેઓ ઝાયેદ સ્પોર્ટ્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે 2015 પછી પ્રધાનમંત્રીની યુએઈની આ સાતમી મુલાકાત છે અને છેલ્લા આઠ મહિનામાં ત્રીજી મુલાકાત છે. સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય સમુદાયના અંદાજે ત્રણ લાખ પચાસ હજાર લોકો છે જેઓ ત્યાંની પ્રગતિ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.